ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસ અગાઉ યોજાયેલી સિન્ડિકેટ બેઠક ભારે તોફાની રહી હતી. બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. આ મામલો હવે સરકાર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નિવર્સિટીની બાંધકામ કમિટી દ્વારા ટેન્ડરની રકમ કરતા ?૩૪ કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સિન્ડિકેટ સભ્યોએ આ પ્રસ્તાવને અટકાવીને બિલ નામંજૂર કર્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કન્સલ્ટન્ટ તરીકે ઓક્ટ્રસ નામની કંપની કામ કરી રહી છે, જેના માલિક સમીર શુક્લા મોટાભાગે ગુજરાત યુનિવર્સિટીમાં હાજર રહે છે. સમીર શુક્લની કંપનીએ બાંધકામના જે કામ માત્ર ભાવ આપ્યા હતા, તે કામ પૂર્ણ થયા બાદ આપેલા ભાવમાં ૩૪ કરોડનો ખર્ચ વધારે કર્યો છે. જે કરોડોનો ખર્ચ મંજૂર કરાવવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિન્ડિકેટ બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેને લઈને હોબાળો થયો હતો.
પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના કાર્યકાળમાં ૨૦૨૨માં સમીર શુકલાએ કામ કરવાની ના પાડી હતી, છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ કારણસર ટેન્ડર વિના સમીર શુક્લાની કંપનીને જ કામ આપવામાં આવી રહ્યું છે. ૩૪ કરોડનો આંકડો તો માત્ર ૨ બાંધકામ કમિટીનો જ છે, પરંતુ છેલ્લા ૩ વર્ષમાં એક્સ્ટ્રા એક્સેસ (વધારાનો ખર્ચ) જાેવામાં આવે તો કરોડો રૂપિયા છે, જેથી આ કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થયા છે. આ ઉપરાંત સિન્ડિકેટ સભ્યોએ અન્ય મુદ્દાઓ પર રજૂઆત કરી છે.
જેમાં કેટલાક અધિકારીઓને બહારથી લાવીને સીધા બેસાડી દેવામાં આવ્યા છે, જેમનો ૧.૫૦ લાખથી ૨.૨૫ લાખ સુધીનો પગાર છે, તેમની ભરતીની વિગત માંગી છે. ગુજરાત યુનિવર્સિટીની હ્લડ્ઢ કેટલી વાપરવામાં આવી છે? કોની મંજૂરીથી વાપરવામાં આવી છે? તેની વિગત માંગવામાં આવી છે. બે વર્ષમાં યુનિવર્સિટી દ્વાર કોને કેટલી ગિફ્ટ આપવામાં આવી છે? તેની પાછળ કેટલો ખર્ચ થયો છે? સેક્શન ૮ કંપનીઓમાં કેટલો ખર્ચ નાખવામાં આવ્યો છે? આમ આ તમામ મુદ્દે કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.

