Gujarat

જામજોધપુરમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ થયો છે. આ મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, વાડીમાં મજૂરી કરતા પરિવારની ૧૩ વર્ષની સગીરા સાથે વાડી માલિકના પુત્ર નિલેશ ભીખુભાઇએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી નિલેશને ઝડપી પાડ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો છે. ભોગ બનનાર સગીરાને તબીબી તપાસ માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જામજોધપુરના પીઆઇ એન.એમ. શેખ આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.