Gujarat

જામનગરમાં ચારણ સમાજે શરદ પૂનમે પરંપરાગત સમૂહ રાસ રમ્યો

શરદ પૂનમના શુભ અવસરે જામનગરમાં શ્રી સોનલ શક્તિ યુવા ગ્રુપ દ્વારા ચારણ સમાજના પરંપરાગત સમૂહ રાસનું આયોજન કરાયું હતું. જામનગર-દ્વારકા હાઈવે પર જામ ખંભાળિયા બાયપાસ નજીક સાંઢિયા પુલ પાસે આ રાસોત્સવ યોજાયો હતો. જેમાં ચારણ સમાજના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહથી ભાગ લીધો.

માતાજીની આરાધના સાથે યોજાયેલા આ રાસો ત્સવમાં સમાજના ભાઈ-બહેનોએ પરંપરાગત ચારણી રાસ રમ્યા. જેના કારણે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ કાર્યક્રમમાં કલાકારો અભયદાન ગઢવી, દેવલ ગઢવી સહિતના હાજર રહ્યા. મઢડાથી ખાસ ગીરીશ આપાએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ સમગ્ર આયોજન શ્રી સોનલ શક્તિ યુવા ગ્રુપ દ્વારા કરાયું હતું. જેમાં ગગુભાઈ ગઢવી સહિતના આયોજકોએ મહત્વનો ભાગ ભજવ્યો.

શરદ પૂનમની રાતે યોજાયેલા આ રાસોત્સવમાં ચારણ સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી.