Gujarat

ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા શ્રી ફળ દ્વારા કીડી નું કીડીયારું પુરવામા આવ્યું

ઓલપાડ વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ની આજુબાજુ જંગલ વિસ્તારમાં સૌ સેવા ના સારથીઓ ના સહયોગથી કિડી નું કીડી યારૂ પુરી સૌ સાથે સિદ્ધનાથ મહાદેવ દાદા ના દર્શન કરી વન ભોજન નો આનંદ માણ્યો.

ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા ગૌ સેવા, જીવદયા, અનાથ બાળકો ને જમાડવાની સેવા, ગંગા સ્વરૂપ બહેનો માટે અનાજ કરિયાણાની કીટ વિતરણ ની સેવા જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

કળિયુગમાં ભગીરથ તો ના બની શકીએ પણ સૌ સાથે મળીને ભગીરથ કાર્ય જરૂર કરી શકીએ.