નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
રાજીવ રંજન ભગત SPGમાં ADG પદે નિયુક્ત કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, કેબિનેટ સચિવાલયના સચિવ (સિક્યુરિટી) કાર્યાલય દ્વારા મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેના આધારે રાજીવ રંજન ભગતને SPGમાં ADG પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
20 મે, 2027 સુધી જવાબદારી નિભાવશે આદેશ મુજબ, તેઓ પદનો ચાર્જ સંભાળે તે તારીખથી લઈને 20 મે, 2027 સુધી આ જવાબદારી નિભાવશે. તેમની નિમણૂક માટે હાલમાં તેઓ જે પદ પર કાર્યરત છે તેને વ્યક્તિગત ધોરણે તાત્કાલિક ADG સ્તરે અપગ્રેડ કરવામાં આવ્યું છે.

ગુજરાત કેડરના 1998 બેચના IPS અધિકારી રાજીવ રંજન ભગત ગુજરાત કેડરના 1998 બેચના IPS અધિકારી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂકેલા ભગત હવે દેશના વડાપ્રધાન સહિત SPG સુરક્ષા હેઠળ આવતાં અતિ મહત્ત્વના વ્યક્તિઓની સુરક્ષા માટે જવાબદાર દળમાં ઉચ્ચ પદ પર ફરજ બજાવશે.

