પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) જામનગર ખાતે લાઇસન્સ માટે ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સમાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અરજદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને દરેકને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.

આ અવસરે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહી વ્યવસ્થામાં મતદાન એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર તેમજ ફરજ છે. વધુમાં, યુવાનો અને પ્રથમવાર મતદાન કરી રહેલા મતદારોને મતદાન પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન હાજર અરજદારોને મતદાન અંગેના શપથ લઈ નિષ્પક્ષ અને નિર્ભય રીતે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ મતદાન ટકાવારી વધારવાનો અને નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો.

