અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ સુરત જિલ્લામાં (પોલીસ કમિશનરેટ સુરત શહેર સિવાય) આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સભા અને સરઘસ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણય જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે લેવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, પરવાનગી વગર કોઈ સભા બોલાવી શકાશે નહીં કે કોઈ સરઘસ કાઢી શકાશે નહીં. આ જાહેરનામું સુરત જિલ્લાના સમગ્ર વિસ્તારમાં 05/07/2026 સુધી અમલમાં રહેશે.
જોકે, આ આદેશ સરકારી ફરજ પર રહેલા વ્યક્તિઓ, હોમગાર્ડ, અન્ય સરકારી કે અર્ધ-સરકારી એજન્સીઓના કાયદેસરની ફરજ પરના કર્મચારીઓ તેમજ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

