Gujarat

રાજકોટ અટીકા ફાટક ગોડાઉનમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ અટીકા ફાટક ગોડાઉનમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેરમાં અટીકા ફાટક સામે સદગુરૂ કોમ્પલેક્ષમા પહેલા માળે આવેલ મોના એન્ટરપ્રાઇઝ ગોડાઉનના અક્ષકુમાર કાંતીલાલ ભુતએ રૂબરૂ પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરેલ કે પોતાના હસ્કતના મોના એન્ટરપ્રાઇઝ નામની દુકાનના ગોડાઉનની જાળી ખોલી ચોર ઇસમ પ્રવેશ કરી તેમા પડેલ ડ્રીલના પાના તથા કારબાઇટ ટીપ્સ તથા કાર્બાઇન પીન એમ બધુ મિકસમા રહેલ સ્ક્રેપના સામાનનુ આશરે ૨૨ કિલા વજનનું બાચકુ જેની કિ.૧,૯૮,૦૦૦ ગણાય તે ચોરી કરી લઇ ગયેલ હોવાની જાહેરાત કરતા ફરીયાદીની જાહેરાત પરથી ભકિતનગર પોલસ સ્ટેશન ભારતીય ન્યાય સંહીતા અધિનીયમ-૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩) મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ. જે અન્વયે P.I જયદિપસિંહ પરમાર નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ જે.જે.ગોહિલ નાઓ પોલીસ સ્ટેશનનના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા પ્રયત્નશીલ હતા જેના ભાગરૂપે પ્રકાશભાઇ મકવાણા તથા રવીભાઇ રત્નું તથા યુવરાજસિંહ જાદવ નાઓ બનાવના આજુ-બાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી માહિતી મેળવતા બનાવ સ્થળની આસપાસના કેમેરામાં ચોરી કરનાર ઇસમ એક એકસેસ મો.સા લઇને જતો જોવામા આવેલ જે મો.સા. બાબતે ટેકનીકલ તથા હયુમન સોર્સીસ આધારે માહિતી મેળવતા આ કેમેરામા દેખાતુ એક્સેસ મો.સા. ભારતીનગર શેરીનં-૩ કોર્નર પાસે હોવાની હકીકત મળતા જગ્યાએ આરોપી મળી આવતા તેઓની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ ગુન્હાની કબુલાત આપેલ અને તેઓ જે જગ્યાએ મુદામાલ રાખેલ તે જગ્યાએ તપાસ કરતા ચોરી કરેલ મુદામાલ મળી આવતા મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ભકિતનગર પો.સ્ટે. ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે. ચેતનભાઇ દેવજીભાઇ ત્રિવેદી ઉ.૩૯ રહે-ભારતીનગર શેરીનં-૩ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260611-WA0059.jpg