Gujarat

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા જામનગર શહેર દ્વારા ધરણા કાર્ય્રક્રમ યોજાયો.

કોંગ્રેસના સાંસદ દ્વારા JNUમાં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીના હીન કૃત્ય મામલે કોંગ્રેસની ચુપકીદી સામે આક્રોશ વ્યક્ત કરવા ભાજપા મહિલા મોરચાનું કોંગ્રેસના જામનગર કાર્યાલય સામે ધરણાં-પ્રદર્શન યોજાયું

કોંગ્રેસના સાંસદના શરમજનક કૃત્ય પછી પણ મહિલાઓના હિતરક્ષક હોવાની મોટી મોટી વાતો કરતા રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા સહિત આખી કોંગ્રેસના મોઢા માથી એક શબ્દ પણ નથી નીકળી રહ્યો.· – દક્ષાબેન અગ્રાવત

મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મુદ્દો કોંગ્રેસ માટે માત્ર ભાષણો અને રાજકીય લાભ મેળવવાનું સાધન છે
– દક્ષાબેન અગ્રાવત

કોંગ્રેસ સાંસદના વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીના હિનકક્ષાના કૃત્યને સખત શબ્દોમાં વખોડી સાંસદને કોંગ્રેસમાથી બરતરફ કરવા કોંગ્રેસને પડકાર ફેંકીએ છીએ
– દક્ષાબેન અગ્રાવત

કોંગ્રેસના સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ દ્વારા JNUમાં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના ગંભીર મુદ્દે કોંગ્રેસના નેતાઓની ચુપકીદી સામે આક્રોશ વ્યક્ત કરવા આજે ટાઉનહોલ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ મામલે મહિલા મોરચાના અધ્યક્ષા દક્ષબેન અગ્રાવત એ જણાવ્યું છે કે, કોંગ્રેસ મહિલા સન્માનની માત્ર વાતો કરે છે. તેના આચરણમાં ક્યાંય આ બાબત દેખાતી નથી. કોંગ્રેસના સાંસદના શરમજનક કૃત્ય પછી પણ મહિલાઓના હિતરક્ષક હોવાની મોટી મોટી વાતો કરતા રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા સહિત આખી કોંગ્રેસના મોઢા માથી એક શબ્દ પણ નથી નીકળી રહ્યો. દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે, આ બાબતે રાહુલ ગાંધી સહિત આખી કોંગ્રેસ ચૂપ છે. મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મુદ્દો કોંગ્રેસ માટે માત્ર ભાષણો અને રાજકીય લાભ મેળવવાનું સાધન છે. હમણાં દિલ્હી ખાતે પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા દ્વારા મહિલા સુરક્ષાકર્મી ઉપર કરાયેલા હુમલા અને અભદ્ર વર્તનનું શરમજનક કૃત્ય આખા દેશે જોયું છે. કોંગ્રેસ સાંસદના વિદ્યાર્થીનીઓની જાતીય સતામણીના હિનકક્ષાના કૃત્યને સખત શબ્દોમાં વખોડી સાંસદને કોંગ્રેસમાથી બરતરફ કરવા કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. કોંગ્રેસ સાંસદના કૃત્યની નિંદા કરી કોંગ્રેસના વલણ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

આ ધરણા કાર્યક્રમમાં ભાજપાના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર મોનિકાબેન વ્યાસ, મહિલા અધ્યક્ષ દક્ષાબેન અગ્રાવત, જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ ધરતીબેન મજીઠીયા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પ્રદેશ મહિલા મોરચા મંત્રી ભાવિષાબેન ધોળકિયા, મહિલા મોરચા મહામંત્રી અવનિબેન ત્રિવેદી, નિકિતાબેન કુંવારિયા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ વ્યક્ત કરી મહિલાઓના સન્માનના મુદ્દે કોંગ્રેસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ ક્ન્વીનર ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.