રાજકોટમાં ATM મશીન સાથે છેડછાડ કરી પૈસાની ચોરી કરતા 3 ઈસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ ATM મશીન સાથે છેડછાડ કરી પૈસાની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાનું જણાઈ આવતા જેને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા, એસ.એમ.રાણા નાઓની ટીમના પોલીસ સ્ટાફના માણસોએ આવા ઈસમો પકડી પાડવા CCTV કેમેરાઓ ચેક કરી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ તેમજ હ્યુમન તથા ટેક્નીકલ સોર્સીસનો ઉપયોગ કરી આરોપીઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા અને ટીમોના સહીયાર પ્રયાસ અને સંકલન, ટેક્નીકલ, હ્યુમન સોર્સીસ આધારે વિજયરાજસિંહ જાડેજા તથા સંજયભાઈ અલગોતર તથા નિકુંજભાઈ મારવીયા તથા સંજયભાઈ ખાખરીયા નાઓને મળેલ હકિકત આધારે ઈસમો અન્ય જગ્યાએ ATM સાથે છેડછાડ કરી પૈસાની ચોરી કરેલ તે પહેલા પુજારા પ્લોટ કાંતા વિકાસ ગ્રુહ પાછળની શેરીમાંથી 3 ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) અફસાર અહમદ રિયાસતઅલી ઉ.૨૩ રહે.ચન્દુઆડી પોસ્ટ-ઘરૌલી મુફરિદ તા.પટ્ટી જી.પ્રતાપગઢ રાજ્ય-ઉતરપ્રદેશ (૨) અરબાઝ ફૈયાઝ અહમદ ઉ.૨૭ રહે-મિશ્રપુર પોસ્ટ-પહરપુર તા.લાલગંજ જી.પ્રતાપગઢ રાજ્ય-ઉતરપ્રદેશ (૩) સાહિદખાન મોહમદ સલીમ ઉ.૨૬ રહે.તિલૌરી પોસ્ટ-સાગરા સુન્દર તા.લાલગંજ જી.પ્રતાપગઢ રાજ્ય-ઉતરપ્રદેશ. કુલ કિ.4,45,200 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


