દહેગામ નગરપાલિકાએ શહેરમાં સફાઈ, ગટર લાઇનની જાળવણી, સ્ટ્રીટલાઇટની મરામત અને વિકાસકામો માટે નવેમ્બરમાં અલગ-અલગ ટેન્ડર જાહેર કર્યાં છે. તેમાં પર્યાવરણને લગતાં કામો પણ સામેલ છે.ટેન્ડર નંબર 40/2026-27 હેઠળ જૂની LED સ્ટ્રીટલાઇટ અને CCMSની મરામત તથા જાળવણી માટે ત્રણ વર્ષનું ટેન્ડર બહાર પડાયું છે.
આ કામ માટે ₹80 હજારની EMD અને ₹2,400 ટેન્ડર ફી નક્કી કરાઈ છે.ટેન્ડર નંબર 41/2026-27માં ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન ચલાવવા, મોટર-પમ્પની મરામત અને ગટર લાઇનની જાળવણી માટે બે વર્ષનું કામ સામેલ છે. આ ટેન્ડર માટે ₹50 હજારની EMD અને ₹2,124 ફી રાખવામાં આવી છે.
ટેન્ડર નંબર 42/2026-27 હેઠળ અર્બન ફોરેસ્ટ વિકસાવવા અંદાજે ₹8.28 લાખનું ટેન્ડર જાહેર કરાયું છે. ટેન્ડર નંબર 43/2026-27માં નગરપાલિકા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પરકોલેટિંગ વેલ બાંધવાનું કામ છે. આ કામ માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પડાયું છે અને અંદાજિત ખર્ચ ₹23.36 લાખ છે.
બાંધકામ વિભાગનાં વિવિધ સિવિલ કામો માટે વાર્ષિક ભાવ મંગાવવા ટેન્ડર નંબર 44/2026-27 જાહેર કરાયું છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોની સફાઈ માટે ટેન્ડર નંબર 45/2026-27 બહાર પડાયું છે. આ માટે ₹70,100ની EMD અને ₹2,832 ફી નક્કી કરાઈ છે.
આ જ યોજના હેઠળ આઇકોનિક રોડ અને અલગ-અલગ એપ્રોચ રોડની સફાઈ માટે ટેન્ડર નંબર 46/2026-27 જાહેર કરાયું છે. આ ટેન્ડર માટે ₹10 હજારની EMD અને ₹1,062 ફી રાખવામાં આવી છે.ઓનલાઇન ટેન્ડરની વિગતો મુજબ, ટેન્ડર નંબર 40થી 44 માટે બિડ રજૂ કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2026 છે.
ટેન્ડર નંબર 45 અને 46 માટે 23 નવેમ્બર 2026 સુધી બિડ રજૂ કરી શકાશે.આ અંગે દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

