ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વરતેજ ગામમાંથી આઈપીએલ મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને આઈફોન તથા લાખો રૂપિયાના આઈ.ડી. બેલેન્સ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જામનગરના મુખ્ય સૂત્રધારનું નામ ખુલતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પંચોને સાથે રાખીને રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો LCB પોલીસને બાતમી મળી હતી કે, વરતેજ ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદકા રોડ પર આવેલા કબરસ્તાનની બાજુમાં એક શખસ પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈ.ડી. મારફતે ક્રિકેટ મેચો પર હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન સ્થળ પરથી જીજ્ઞેશ ઘનશ્યામસિંહ ગોહિલ ઉં.વ.38, ધંધો-વેપાર, રહે.વરતેજ, દરબાર ગઢ, તા.જી. ભાવનગર નામનો શખસ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
GT અને RRની IPL મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હતો પોલીસે જ્યારે આરોપીના આઈફોન 17 પ્રો મેક્સ જેની કિંમત રૂ.1,00,000, પોલીસે મોબાઈલની તપાસ કરી ત્યારે તેમાં “allpanel777.now” નામની વેબસાઈટ ખુલ્લી જોવા મળી હતી. આ વેબસાઈટ પર ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલની IPL મેચ પર સટ્ટો રમાઈ રહ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન વુમન vs વેસ્ટ ઇન્ડીઝ વુમનની મેચોના ઓપ્શન પણ જોવા મળ્યા હતા. આરોપીના સટ્ટાના એકાઉન્ટમાં રૂ.4,98,852.5નું જંગી બેલેન્સ જોવા મળ્યું હતું.

