Gujarat

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સપડા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કર્યા

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગર જિલ્લાના સુપ્રસિદ્ધ સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મંત્રીએ મંદિરના વિકાસ કાર્યો, યાત્રાળુઓ માટેની સુવિધાઓ, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે આ અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ મંદિરના વિકાસ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.