Gujarat

ઓઢવમાં ત્રણ સગીરોએ યુવકને ચપ્પાના ઘા મારીને પતાવી દીધો

અમદાવાદમાં તહેવારોની શરૂઆત પહેલા જ પૂર્વ વિસ્તારમાં બે હત્યાના બનાવ બનતા પોલીસની ચિંતા વધી છે. જેમાં નારોલમાં મકાનનો ગેટ બંધ કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. જ્યારે ઓઢવમાં યુવતીની છેડતીની અદાવતમાં ત્રણ સગીરોએ યુવકને ચપ્પુ અને દંડના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. બંને બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.