Gujarat

જામનગર ના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયામાં ઝઘડો

જામનગર તાલુકાના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયા (દાડા)ના પ્રસંગે પારિવારિક ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક ગર્ભવતી પરિણીતા, તેમના પતિ અને જેઠને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આખો બનાવ શું છે? પોલીસ ફરિયાદ મુજબ, ઠેબા ગામમાં રહેતી 34 વર્ષીય ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા ગર્ભવતી છે. તેમણે જણાવ્યું કે, 4 જૂનના રોજ તેમના સસરા હરીશભાઈની ઉત્તરક્રિયાનો કાર્યક્રમ હતો. આ પ્રસંગે પરિવારના સભ્યો તેમના ઘરે એકઠા થયા હતા. સવારે તેમના દાદી વેજીબેનને તેડવા માટે કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને કુટુંબી સસરા મહેશભાઈ આવ્યા હતા, પરંતુ દાદીએ પછીથી આવવાનું કહેતા તેઓ પરત ફર્યા હતા.

બપોરે આશરે સાડા બાર વાગ્યે જીતુભાઈ પીઠડીયા અને તેમની પત્ની જ્યોતીબેન ફરીથી ઘરે આવ્યા હતા. તેમણે ક્રિષ્નાબેનના પતિ સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ મારામારી શરૂ કરી હતી. આ દરમિયાન ક્રિષ્નાબેનના જેઠ ઉદયભાઈ વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો.