ડભોઈ તાલુકાના ખાનપુરા ગામમાં 1 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આ બે મહત્વની સુવિધાઓ ગ્રામજનો માટે ખુલ્લા મૂકવામાં આવી.

આમાં 75 લાખ રૂપિયાના ખર્ચે બનેલી નવી ખાનપુરા પ્રાથમિક શાળા અને 25 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું ગ્રામ પંચાયત ભવનનો સમાવેશ થાય છે. ગામમાં શિક્ષણ અને વહીવટી સુવિધાઓને મજબૂત કરવાના હેતુથી આ ઇમારતો બનાવવામાં આવી છે.
નવી શાળાથી ગામના બાળકોને ભણવા માટે વધુ સુવિધાયુક્ત વાતાવરણ મળશે. જ્યારે નવા પંચાયત ભવનથી ગામના વહીવટી કામકાજ વધુ સુવ્યવસ્થિત બનશે. ગ્રામજનોને પંચાયતી સેવાઓ અને સરકારી યોજનાઓ માટે સુવિધા મળશે.

લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, ભાજપ જે કામનું ખાતમુહૂર્ત કરે છે, તેનું લોકાર્પણ પણ કરે છે. વિકાસના કામો સમયસર પૂરા થાય અને તેનો લાભ સીધો નાગરિકોને મળે તેવા પ્રયાસ કરવામાં આવે છે.

