ભારતીય સંરક્ષણ દળો દ્વારા, હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ના માર્ગદર્શન હેઠળ, ભાગ લેતી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો સાથેના સંકલનથી, જામનગર એર ફોર્સ સ્ટેશન ખાતે ‘એક્સરસાઇઝ સહાયતા સેતુ‘ ના પ્રથમ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ એક બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયત છે. આ કવાયત ૧૭ થી ૧૯ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહી છે.
હિન્દ મહાસાગર રિમ એસોસિએશન, બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન અને ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ (ઊેંછડ્ઢ) સાથે સંકળાયેલા હ્લહ્લઝ્રના પ્રતિનિધિઓ સાથેના વિચારમંથન સેમિનાર સાથે આ કવાયતની શરૂઆત થઈ હતી. સહભાગી દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કોમોરોસ, ઇન્ડોનેશિયા, કેન્યા, મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ, મોરેશિયસ, મોઝામ્બિક, ઓમાન, સેશેલ્સ, સિંગાપોર, સોમાલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, તાંઝાનિયા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યમન, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, મ્યાનમાર અને નેપાળનો સમાવેશ થાય છે. તેમની સહભાગિતાએ માનવતાવાદી કટોકટીઓ અને જટિલ આપત્તિ પરિસ્થિતિઓનો સામનો કરવામાં બહુપક્ષીય સહયોગ, પ્રાદેશિક ભાગીદારી અને સામુહિક તૈયારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ સંવાદથી અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાનપ્રદાન પણ સરળ બન્યું હતું, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (ૐછડ્ઢઇ) કામગીરીઓમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બન્યો હતો.
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી.વી. શિવાનંદે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું અને કુદરતી આફતો તેમજ માનવતાવાદી કટોકટીનો ઝડપી, અસરકારક અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે સંકલિત આયોજન, સંયુક્ત ક્ષમતા વિકાસ અને હિતધારકો વચ્ચે સરળ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ કવાયતમાં વિદેશ મંત્રાલય (સ્ઈછ), ભારતીય સેના (ૈંછ), ભારતીય નૌકાદળ (ૈંદ્ગ), ભારતીય વાયુસેના (ૈંછહ્લ), રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ (દ્ગડ્ઢઇહ્લ), સંબંધિત આપદા વ્યવસ્થાપન એજન્સીઓ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડ્ઢઇર્ડ્ઢં)ના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા સમજદારીપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓ “ભારતના વધતા જતા વૈશ્વિક ૐછડ્ઢઇ ફૂટપ્રિન્ટ” પર કેન્દ્રિત હતી, જેમાં ઓપરેશન એમિસ્ટેડ, ઓપરેશન બ્રહ્મા અને ઓપરેશન સાગર બંધુ સંબંધિત કેસ સ્ટડી સામેલ કરીને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સહાય, આપત્તિ રાહત અને પ્રાદેશિક સહયોગમાં ભારતની વિસ્તરી રહેલી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત “આપદા વ્યવસ્થાપન વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને ૐછડ્ઢઇ કામગીરી માટે સંયુક્ત ક્ષમતા વૃદ્ધિ” વિષયને અન્ય મુખ્ય થીમ તરીકે સામેલ કરાયો હતો. આ ચર્ચામાં ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ, પરિસ્થિતિગત જાગૃતિમાં વૃદ્ધિ, સંકલિત ઓપરેશનલ પ્લાનિંગ અને સહભાગી એજન્સીઓ વચ્ચે આંતર-કાર્યક્ષમતાની તપાસ કરવામાં આવી હતી, જેથી જટિલ આપત્તિ પરિસ્થિતિઓમાં પૂર્વતૈયારી અને પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત બનાવી શકાય.
બપોરના સત્ર દરમિયાન ૐછડ્ઢઇ તરફી પ્રયાસો વચ્ચે સુમેળ સ્થાપિત કરવા માટે ઊેંછડ્ઢ કાર્યકારી-સ્તરની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સહાયતા સેતુ કવાયતનો ઉદ્દેશ્ય સહભાગીઓને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના આપદા વ્યવસ્થાપન માળખાથી પરિચિત કરાવવાનો, આંતર-એજન્સી જવાબદારીઓનું વર્ણન કરવાનો અને સંકલિત આપદા પ્રતિભાવ માટે સ્થાપિત પ્રક્રિયાઓને માન્ય કરવાનો છે.
આ કવાયત હવે પછીના તબક્કે સિમ્યુલેટેડ ગંભીર ચક્રવાતી તોફાન પર કેન્દ્રિત પરિસ્થિતિ-આધારિત પ્રવૃત્તિઓ તરફ આગળ વધશે. આમાં જાસૂસી, શોધ અને બચાવ, સ્થળાંતરણ, રાહત કામગીરી અને અકસ્માત વ્યવસ્થાપનને સામેલ કરવામાં આવશે, અને ત્યારબાદ કટોકટી કામગીરી કેન્દ્રો સક્રિય કરવા, ઘટના કમાન્ડ પોસ્ટની સ્થાપના, રાહત સામગ્રીનું વિતરણ અને રાહત શિબિરોની સ્થાપના જેવી કામગીરીઓને સામેલ કરવામાં આવશે.
આ સહયોગી પહેલ દ્વારા, ભારતીય સંરક્ષણ દળો સંયુક્ત તૈયારીઓને મજબૂત કરવાની, સંપૂર્ણ સરકારી અભિગમને પ્રોત્સાહન આપવાની અને રાષ્ટ્રીય સ્તરે તેમજ તમામ પ્રદેશોમાં સમયસર, સંકલિત અને અસરકારક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પહોંચાડવા માટે ભારતની ક્ષમતા વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટ કરે છે.

