Gujarat

જામનગર પોલીસે ફુલઝર નદીના કાંઠે વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા

જીલ્લામાં દારૂબંધી નો કડક અમલ થાય તે માટે પોલીસ સતર્કતાથી કામ કરે છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો હતો જેમાં, જામજાેધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, મોટા જથ્થામાં કાચો આથો અને વાહન સહિત કુલ ૨,૫૭,૮૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બે આરોપીઓની ધરપકડ કરી એકને ફરાર જાહેર કરાયો છે.

ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે વાડી વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી ન્ઝ્રમ્ની ટીમને મળી હતી. જેના આધારે ટીમે પ્લાન બનાવીને સ્થળ પર રેડ પાડી હતી. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ભઠ્ઠી ચલાવવા માટેનો સામાન તેમજ ૧૭૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે તૈયાર રાખવામાં આવેલો ૫,૭૨૫ લીટર કાચો આથો પણ મળી આવતા પોલીસે તેને નષ્ટ કરવાની અને કબજે કરવાની કાર્યવાહી કરી હતી.

પોલીસે દારૂ ગાળવાના સાધનો ઉપરાંત આરોપીઓ પાસેથી ૩ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું એક મોપેડ પણ જપ્ત કર્યું હતું. આમ, દારૂ, આથો, મોબાઈલ અને વાહન મળીને કુલ ૨,૫૭,૮૨૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ન્ઝ્રમ્એ પોતાના હસ્તક લીધો છે.

પોલીસે દરોડાના સ્થળેથી બે બુટલેગરોની ધરપકડ કરી લીધી છે, જેમાં જીતેન્દ્રસિંહ ઉર્ફે બકો જયેન્દ્રસિંહ જાડેજા અને દેવા બાંભવાનો સમાવેશ થાય છે. જ્યારે આ સમગ્ર ગુનામાં સંડોવાયેલો ત્રીજાે આરોપી મયુર શીર પોલીસને જાેઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને ફરાર જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે.