ભાવનગર જિલ્લા ક્ષત્રિય કરણી સેનાએ તળાજા તાલુકાના હોદ્દેદારોની વરણી કરી છે. આંબળાના જયવીરસિંહ પરમારને તાલુકા અધ્યક્ષ બનાવાયા છે.સંગઠને આજે તળાજા તાલુકામાં બેઠક યોજી હતી. તેમાં સંગઠનને મજબૂત બનાવવા અને તાલુકા સ્તરે નવી જવાબદારીઓ સોંપવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં સર્વાનુમતે જયવીરસિંહ પરમારની તાલુકા અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી. આંબળાના દશરથસિંહ પરમાર, ઉચડીના કલ્પેશસિંહ કાશેલા અને વિક્રમસિંહ જાળીયાને તાલુકા મંત્રી બનાવાયા હતા.બેઠકમાં ક્ષત્રિય કરણી સેના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી (બુધેલ), ભાવનગર જિલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા, વરતેજ તાલુકા અધ્યક્ષ રૂષિરાજસિંહ મોરી અને શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનોએ નવી વરણીને આવકારી હતી. તેમણે સંગઠનના વિસ્તરણ, સમાજની એકતા અને સંગઠનની પ્રવૃત્તિઓ આગળ વધારવા સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

