Gujarat

જામનગરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી

જામનગરમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 26 જુલાઈના રોજ રણમલ તળાવ ખાતે આવેલા શહીદ સ્મારક પર 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કેડેટ્સ, એસોસિયેટ એનસીસી ઓફિસર્સ અને પીઆઇ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વીર શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાયના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. વિવિધ શાળા અને કોલેજના કેડેટ્સે બેન્ડની સુરાવલી સાથે શહીદોને સશસ્ત્ર સલામી આપી હતી. ત્યારબાદ બે મિનિટનું મૌન પાળી શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.