તળાજા તાલુકાના મથાવડા ગામના યુવા ખેલાડી શિયાળ ક્રિષ્નાભાઈ માવજીભાઈએ વિશ્વની પ્રથમ યોગાસના ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ક્રિષ્નાભાઈએ શાનદાર પ્રદર્શન કરીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ સફળતાથી મથાવડા ગામ સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.
તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ તળાજા તાલુકા, ભાવનગર જિલ્લા અને સમગ્ર દેશ માટે ગર્વની બાબત બની છે. તેમની મહેનત અને સમર્પણના કારણે ભારતનો તિરંગો આંતરરાષ્ટ્રીય મંચ પર લહેરાયો છે. ગામના આગેવાનો, સમાજના લોકો અને રમતપ્રેમીઓએ શિયાળ ક્રિષ્નાભાઈને અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

