Gujarat

જામનગરમાં લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાલ

પડતર માંગણીઓ ન સંતોષાતા જામનગરમાં લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પડ્યા છે. જેના કારણે સરકારી કચેરીઓના કામકાજ પર અસર થઈ રહી છે. જામનગર સહિત રાજ્યભરના ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારીઓમાં પડતર માંગણીઓને લઈને રોષ છે. અગાઉ 11 ઓગસ્ટ 2026ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં 30 દિવસની અંદર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાની માગ કરાઈ હતી.

જોકે, પ્રશ્નોનો ઉકેલ ન આવતા પેન ડાઉન અને માસ સીએલ જેવા વિરોધ પ્રદર્શનો પણ કરાયા હતા. હવે 21 સપ્ટેમ્બરથી જામનગર સહિત રાજ્યના તમામ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સિનિયર સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ રૂપિયા 29200-92300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે-2800)માંથી વધારીને રૂપિયા 39900-1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7, ગ્રેડ પે-4400) કરવાનું સામેલ છે.

તેમજ સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ રૂપિયા 25500-81,100 (પે મેટ્રિક્સ લેવલ-4, ગ્રેડ પે-2400)માંથી વધારીને રૂપિયા 29200-12300 (પે મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે-2800) કરવાની પણ માગ છે. આ માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ અડગ છે.