Gujarat

માધાપરવાડી કન્યા શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અભિનંદન પત્ર

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા અભિનંદન પત્ર મળ્યો છે. આ પત્ર ધો.5 માં લેવાતી CET અને PSE તેમજ ધો.8 માં લેવાતી NMMS અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અપાયો છે.

રાજ્ય પરીક્ષા બોર્ડે શાળા પરિવારને અભિનંદન પાઠવતા જણાવ્યું કે શિક્ષણથી જ વ્યક્તિના આચાર, વિચાર, મૂલ્યનિષ્ઠા અને ભાવવિશ્વનું નિર્માણ થાય છે. તેમણે ‘Together We Achieve’ ની ભાવના મજબૂત બને છે અને સૌ ‘Education for Life’ એટલે કે જીવન માટેનું શિક્ષણ આપી રહ્યા છે.

બોર્ડે વધુમાં જણાવ્યું કે વર્ષ 2025-26માં યોજાયેલ CET, CGMS, NMMS અને PSE પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરીને શાળા, ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓનું આ સફળ પરિણામ તેમની વ્યક્તિગત મહેનત, યોગ્ય અધ્યાપન પદ્ધતિ, સમર્પણ અને ઉત્તમ કર્મયોગ દર્શાવે છે.