Gujarat

જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી સહિતના આગેવાનોએ આશીર્વાદ લીધા

જામજોધપુર તાલુકાના સતાપર ગામ સ્થિત શ્રી મોમાઈ મંદિર, ઓરડીધામ ખાતે ભાજપના આગેવાનોએ દર્શન કર્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાતમાં જિલ્લા મહામંત્રી ભવાનભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો હર્ષદીપભાઈ અને જેઠાભાઈ, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાગ્યેશભાઈ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચિંતનભાઈ, પૂર્વ ભાજપ પ્રમુખ જે.ટી. ડોડીયા, ભાજપ આગેવાન મશરીભાઈ તેમજ ધ્રાફા સરપંચ ધમભા સહિતના આગેવાનો જોડાયા હતા.

તમામ આગેવાનોએ માતાજીની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ, સૌએ પૂજ્ય ભુવાઆતા શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રદેશની સુખાકારી, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.