Gujarat

કેશોદના મઘરવાડા ગામે આંગણવાડીમાં ‘આંગણાનો ઉત્સવ’ ઉજવાયો

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે કેશોદ તાલુકાના મઘરવાડા ગામે આવેલી આંગણવાડીમાં ‘આંગણાનો ઉત્સવ’ ઉત્સાહભેર ઉજવાયો. આ ઉત્સવનો હેતુ નાના બાળકોના સર્વાંગી વિકાસ અને સ્થાનિક લાભાર્થીઓમાં આરોગ્ય તથા પોષણ અંગે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આંગણવાડીના બાળકોને પ્રોત્સાહક ભેટો અપાઈ. કિશોરીઓને પ્રમાણપત્રો અને પૌષ્ટિક આહાર માટે પૂર્ણ શક્તિ પેકેટનું વિતરણ કરાયું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય અશ્વિનભાઈ ખટારીયા, ગ્રામ અગ્રણી માંડણભાઈ હેરભા, ઉપસરપંચ નિલેશભાઈ હેરભા, તલાટી મંત્રી પ્રણવ ઉપાધ્યાય અને ફીમેલ હેલ્થ વર્કર એન. બી. કરડાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં આંગણવાડીના બાળકો, કિશોરીઓ, તેમના વાલીઓ અને ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો.