Gujarat

અમદાવાદની હિમશિલા સ્કાયમાં ભક્તિભાવ સાથે સામૂહિક ગણેશ ઉત્સવની ઉજવણી

હંસપુરા, નવા નરોડા સ્થિત હિમશિલા સ્કાય ખાતે સામૂહિક ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ દરમિયાન ગણપતિ બાપાના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે સોસાયટીના તમામ રહેવાસીઓએ સામૂહિક આરતીમાં જોડાઈને ભક્તિ અને શ્રદ્ધાભેર ગણેશજીની આરાધના કરી હતી.