Gujarat

PMના સેવા, સમર્પણ અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થતાં અવસરે‎

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સેવાકીય – જનકલ્યાણલક્ષી કાર્યક્રમોના આયોજનો કરાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે મંગળવારે ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ તાલુકા (મંડલ) માં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.

જેમાં ધોળકાનાં બદરખા રોડ ઉપર આવેલા સુવર્ણ સંધ્યા વૃદ્ધાશ્રમ ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની ઉપસ્થિતિમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. દસક્રોઇ તાલુકા સંગઠન દ્વારા વૃંદાવન ધામ, દેવડી ખાતે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું. માંડલ તાલુકા સંગઠન દ્વારા વાનપ્રસ્થાશ્રમ આશ્રમમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.

બાવળા તાલુકા સંગઠન દ્વારા મંગલ મંદિર માનવસેવા બગોદરા ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું. વિરમગામ તાલુકા ભાજપ દ્વારા શિવદાત્રી આશ્રમ,સચાણા ખાતે ભોજન પ્રસાદ વિતરણ કરાયું હતું. ધંધુકા તાલુકા ભાજપ દ્વારા ઓલ ઇન્ડિયા મૂવમેન્ટ ફોર સેવા,જાળિયા ખાતે બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.