રાજકોટ કાળીપાટ ચોકડી પાસેથી કાર માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા, મયુરભાઇ પાલરીયા તથા નગીનભાઇ ડાંગર તથા હિરેનભાઇ સોલંકી ને મળેલ સયુંકત હકીકત આધારે માલીયાસણ થી ગોંડલ તરફ જતો નવો ૧૫૦ ફુટ રીંગ રોડ કાળીપાટ ચોકડી પાસે રોડ ઉપરથી ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે જુનાગઢના 3 ઇસમનો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) આશીફભાઇ મહમદભાઇ કાદરી ઉ.૩૪ રહે.હર્ષદનગર જોષીપરા જુનાગઢ (૨) શાકીર અલીમહમદભાઇ મતવા ઉ.૨૬ રહે.અલંકાર ટોકીઝ અંકુર હોસ્પીટલની પાસે જુનાગઢ (૩) અવેશ અમીનભાઇ અરબ ઉ.૨૩ રહે.માત્રી રોડ જુનો કુંભાર વાડો જુનાગઢ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૫૬ કિ.૨,૫૨,૩૮૪ ઇકો કાર રજી નં.GJ-25-AA-1726 કિ.૪,૦૦,૦૦૦ કિ.૬,૫૨,૩૮૪ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


