રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસેથી હાઇ-વે ઉપરથી ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન વિજયભાઇ મેતા તથા યુવરાજસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે ટ્રાન્સપોર્ટનગર ના ખુણે માર્કેટીંગયાર્ડ પાસે, હાઇ-વે ઉપરથી ટાટા કંપનીના LTP1512 નં.GJ-02-AT-2670 કિ.7,00,000 ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. નાગજીભાઈ દેવાભાઈ ચાવડા ઉ.૩૩ રહે.રાણીમા રૂડીમા ચોક રૈયાધાર રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૭૬ કિં.2,77,656 કુલ મુદ્દામાલ કિ.9,77,656 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


