રાજકોટ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી PCB ઝોન-૧ ટીમ.
ગુજરાત રાજ્ય તથા દેશના અલગ-અલગ રાજ્યોના પો.સ્ટે. વિસ્તારના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપી તથા વચગાળાના જામીન પરથી ફરાર તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એમ.કે.મોવલીયા તથા નાસતા ફરતા સ્કોડ ઝોન-૧ ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. જગદીશસિંહ પરમાર તથા હિતેશભાઇ પરમાર તથા રવિરાજભાઇ પટગીર નાઓને સંયુકતમાં ખાનગી રાહે હકીકત મળેલ કે બી.ડીવીજન પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૫એ.એ. ૧૧૬(બી), ૯૮(૨) ના ગુનાના કામના આરોપીને રાજકોટ ભાવનગર રોડ મહીકા ગામના પાટીયા પાસે ઠાકરધણી હોટલ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કરેલ છે. રવિરાજ ધીરૂભાઇ રાઠોડ જાતે.દે.પુ. ઉ.૩૦ રહે.જંગલેશ્વર મે.રોડ રાધેક્રીષ્ણ સોસાયટી શેરીનં.૧૮ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


