Gujarat

નાઘેડીમાંથી 1.37 કરોડનો દારૂ ઝડપાયા બાદ પોલીસ વડાની કડક કાર્યવાહી

જામનગર પાસે નાઘેડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂ. 1.37 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ દરોડા બાદ PSI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી તેમની જિલ્લાફેર બદલી કરાઈ છે. SMC ટીમે વહેલી સવારે નાઘેડી GIDC માં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે દીપક ઉર્ફે અટાપટુ જેઠવાણી અને યુવરાજસિંહ ચુડાસમાને ઝડપી પાડ્યા હતા. જ્યારે રામકો, કાના મોઢવાડિયા, જીગો, ઈરફાન કાસમ સહિત 9 લોકો ફરાર છે.

જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીએ PSI એલ.બી. જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ રાઠોડ, મેહુલ વિસાણી, પોલા ઓડેદરા, મુયુરસિંહ જાડેજા અને ASI ધર્મેન્દ્રસિંહ (ધમભા) ઝાલાને સસ્પેન્ડ કર્યા છે. તેમજ તેમની દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરાઈ છે. આ કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસકર્મીઓની સંડોવણી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.