સમગ્ર રાજ્યમાં નશાના કાળા કારોબાર ને સંપૂર્ણપણે નાબુદ કરવા રાજ્ય સરકારે તાજેતરમાં જ ખાસ એન્ટી નાર્કોટિક્સ વિંગ ની રચના કરી છે. રચના બાદ રાજકોટ શહેરમાં આ નવી ટીમે પહેલો જ કેસ કરીને મોટી સફળતા મેળવી છે. ફ્રૂટની આડમાં ગાંજાનું વેચાણ કરતા એક વેપારીને ૫.૨૪૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી પોલીસે કુલ રૂ. ૨.૬૫ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
એક બાતમીના આધારે રાજકોટ શહેર એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેકટર બી.બી. જાડેજા તેમની ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે નાના મવા રોડ પર અર્જુન પાર્ક આવાસ યોજના ક્વાર્ટરમાં, ગેઈટની અંદર આવેલ આંગણવાડીની સામે એક શખ્સ મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઉભો છે અને ગ્રાહકની રાહ જાેઈ રહ્યો છે. બાતમી મળતા જ પોલીસ ઇન્સ્પેકટર જાડેજાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને છટકું ગોઠવ્યું. શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સને અટકાવીને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ કૌશર સલીમભાઈ મેતર જણાવ્યું હતું.
પોલીસે સ્થળ પર જ ફ્રુટના કેરેટની તપાસ કરતા એક થેલામાં લીલા વનસ્પતિ જેવો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો જેને તાત્કાલિક હ્લજીન્ ટીમને બોલાવી તેની તપાસ કરાવતા તે ગાંજાે હોવાનું કન્ફર્મ થયું હતું. પોલીસે સ્થળ પરથી ૫.૨૪૧ કિલોગ્રામ ગાંજાનો જથ્થો, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૨.૫૦ લાખ જેટલી છે, અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨.૬૫ લાખનો મુદામાલ કબજે કરી દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાે કે, પોલીસ તપાસમાં તેમ જાણવા મળ્યું હતું કે, પકડાયેલો આરોપી કૌશર સલીમભાઈ મેતર મૂળ ફ્રૂટનો ધંધો કરે છે. તેણે પૂછપરછમાં એવું રટણ કર્યું છે કે તે તાજેતરમાં જ આ ગાંજાનો જથ્થો છૂટક વેચાણ કરવા માટે લાવ્યો હતો અને પહેલી જ વાર આ ધંધો કરતો હતો. જાે કે પોલીસને તેની વાતમાં શંકા છે અને આ વિશે વધુ ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

