Gujarat

સાયલા હાઈવે પર સુરત-જૂનાગઢ એસટી બસમાં મુસાફરી કરતા શખ્સ પાસેથી પ્રતિબંધિત પોશડોડાનો જથ્થો મળી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી-સાયલા હાઈવે પર જૂનાગઢ તરફ જતી સરકારી એસટી બસમાં બેઠેલા એક પરપ્રાંતિય મુસાફર પાસેથી પ્રતિબંધિત સૂકા પોશડોડાનો મોટો જથ્થો મળી આવ્યો છે. કંડકટરની સતર્કતાના કારણે સરકારી બસની આડમાં ચાલતી નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, અને પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, જીએસઆરટીસી ની એક બસનો હાઈવે પર અકસ્માત થવાથી પ્રવાસીઓને આ સુરત-જૂનાગઢ રૂટની બસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક પ્રવાસી પાસે રહેલો કોથળો શંકાસ્પદ લાગતા કંડકટરે પૂછપરછ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા કંડકટર અને ચાલકે ૧૧૨ હેલ્પલાઇન પર પોલીસને જાણ કરી હતી. સાયલા પોલીસે બસને સ્ટેશને લાવીને તપાસ કરતા કોથળામાંથી ૧૫.૨૦૦ કિલોગ્રામ પ્રતિબંધિત પોશડોડા મળી આવ્યા હતા.

પોલીસે સરકારી પંચોની હાજરીમાં વજન કરતા કુલ ૧૫.૨૦૦ કિલોગ્રામ પોશડોડા, જેની કિંમત ૨,૨૬,૫૦૦ રૂપિયા થાય છે, તે જપ્ત કર્યો છે. આ સાથે એક મોબાઈલ ફોન સહિત કુલ ૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલ આરોપી જાેહન રામસંગ ભૂરિયા (રહે. અંતરવેલિયા, જિલ્લો જાંબુવા, મધ્યપ્રદેશ) વિરુદ્ધ સાયલા પોલીસ મથકે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સરકારી એસટી બસમાં ચાલી રહેલા આ નશાના વેપલાની તપાસ હવે પાણશીણા પીઆઈ દેસાઈને સોંપવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને આપવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.