રાહી ફાઉન્ડેશન દ્વારા દૂધેશ્વરની જ્યુપિટર મિલની ચાલીમાં 800થી વધુ શ્રમજીવી પરિવારોને ભોજન કરાવવામાં આવ્યું. આ સંસ્થાના 244મા ‘ખીચડી વિતરણ પ્રોજેક્ટ’ હેઠળ બાળકો અને મહિલાઓને વેજિટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરાયું હતું.


આ કાર્યક્રમમાં રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્વપ્નિલ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈ હાજર રહીને વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
