રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શનળ હેઠળ એમ.વી.જાડેજા ની રાહબરી હેઠળ ઇન્દ્રજીતસિંહ ગુલાબસિંહ તથા દિગ્વીજયસિંહ કીરીટસિંહ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર રૈયા રોડ શિવપરા શેરીનં.૫ કનૈયા ચોક રાજકોટ ખાતે આરોપીના રહેણાક મકાનમાંથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ઇરાફાન ઉર્ફે રોમીયો હનીફભાઇ ચાનીયા ઉ.૩૪ રહે.રૈયા રોડ શિવપરા શેરીન.૫ કનૈયા ચોક રાજકોટ. કુવાડવા રોડ પો.સ્ટે NDPC એકટ કલમ-૮(સી),૨૧(બી) માદક પદાર્થ મેફેડ્રોન કુલ કિ.47,500 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


