મહેસાણાના નંદાસણ પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીરાને લલચાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ તેને ગર્ભવતી બનાવવામાં આવી હોવાનો મામલો પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ નંદાસણ પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આરોપીએ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી જોટાણા તાલુકાના ધનાલી ગામે રહેતા ઠાકોર જયેશજી ભરતજી નામના આરોપીએ 16 વર્ષ અને 7 માસની સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદાથી તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી.
ગોળી આપી આરોપીએ ગર્ભપાત કરાવ્યો, ફરિયાદ નોંધાઈ આ સગર્ભાવસ્થા પછી મામલો વધુ ગંભીર બન્યો હતો. જ્યાં આરોપી દ્વારા બાળકનો જન્મ ન થાય તે માટે ગર્ભપાત કરાવવા સગીરા પર સતત દબાણ કરવામાં આવ્યું હતું. આરોપીના દબાણને કારણે ભોગ બનનાર સગીરાએ પાંચ મહિનાનો ગર્ભ દૂર કરવા ગર્ભપાતની ગોળીઓ ગળી લીધી હતી.
જેના પરિણામે ગર્ભપાત થવા પામ્યો હતો. આ ગંભીર કૃત્ય આચરનાર આરોપી વિરુદ્ધ સગીરાની માતાની ફરિયાદના આધારે નંદાસણ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1), 64(2)(I), 55, 91 તેમજ પોક્સો એક્ટની કલમ 4, 5(જે)(2), 6, 8 અને 12 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

