સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત
એક તરફ શાળાઓ શરૂ થતાં બાળકોમાં નવો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, તો બીજી તરફ શાળા ખૂલવાના પહેલા જ દિવસે વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ઝ્રદ્ગય્ ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે આર્થિક બોજ વધ્યો છે. છેવટે અમદાવાદ સ્કૂલ વર્ધી ઍસોસિએશને પણ હથિયાર હેઠા મૂક્યા છે અને સ્કૂલ વર્ધી ઍસોસિએશનની એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે વાહનોના ભાડામાં વધારો કરવાનો મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.
તા. ૮ જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કૉલેજાેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. સ્કૂલ વર્ધી ઍસોસિએશન દ્વારા લેવાયેલા આ ર્નિણય અંતર્ગત હવેથી સ્કૂલ વાનના માસિક ભાડામાં ૨૦૦ રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં ૧૦૦ રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આમ, નવું સત્ર શરૂ થતાં જ એક તરફ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલ ફીનો મોટો ખર્ચ સામે ઊભો છે, ત્યાં બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં થયેલો આ વધારો મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવશે તે પણ નક્કી છે.
અમદાવાદ સ્કૂલ વર્ધી ઍસોસિએશન જણાવ્યા અનુસાર, છેલ્લા ૨ વર્ષથી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હાલમાં ઝ્રદ્ગય્ ગેસના ભાવમાં ઇજ. ૧૨નો મોટો વધારો થતાં આ ર્નિણય લેવો પડ્યો છે. જૂન ૨૦૨૪માં ઝ્રદ્ગય્નો ભાવ ઇજ. ૭૬.૦૯ હતો, જે જૂન ૨૦૨૬માં વધીને ઇજ. ૮૮.૦૨ થયો છે. આ ઉપરાંત ઇ.્.ર્ં ખર્ચ, વીમો અને સ્પેરપાર્ટ્સની મોંઘવારીને કારણે સ્કૂલ વાનના ભાડામાં ઇજ. ૨૦૦ અને સ્કૂલ રીક્ષાના ભાડામાં ઇજ. ૧૦૦નો માસિક વધારો કરવામાં આવ્યો છે.
કિલોમીટર પ્રમાણે નવું માસિક ભાડું નીચે મુજબ રહેશે
સ્કૂલ રીક્ષાનું નવું ભાડું (ઇજ.)/માસિક દીઠ
૧ કિલોમીટર: ઇજ. ૮૫૦
૨ કિલોમીટર: ઇજ. ૯૫૦
૩ કિલોમીટર: ઇજ. ૧૦૫૦
૪ કિલોમીટર: ઇજ. ૧૧૫૦
૫ કિલોમીટર: ઇજ. ૧૨૫૦
(દર કિલોમીટર દીઠ ઇજ. ૧૦૦ રૂપિયા માસિક વધારો)
સ્કૂલ વાનનું નવું ભાડું (ઇજ.)/માસિક દીઠ
૧ કિલોમીટર: ઇજ. ૧૪૦૦
૨ કિલોમીટર: ઇજ. ૧૬૦૦
૩ કિલોમીટર: ઇજ. ૧૮૦૦
૪ કિલોમીટર: ઇજ. ૨૦૦૦
૫ કિલોમીટર: ઇજ. ૨૨૦૦
(દર કિલોમીટર દીઠ ઇજ. ૨૦૦ રૂપિયા માસિક વધારો)
આ ભાડા વધારા પાછળનું મુખ્ય કારણ ઝ્રદ્ગય્ના ભાવમાં થયેલો ઉછાળો છે. સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, છેલ્લે જ્યારે ભાડામાં વધારો કરાયો હતો, ત્યારે ઝ્રદ્ગય્નો ભાવ ?૭૬ પ્રતિ કિલો હતો. જાેકે, છેલ્લા કેટલાક સમયથી ઝ્રદ્ગય્ના ભાવમાં સતત વધારો જાેવા મળ્યો છે અને હાલ તેનો ભાવ ?૮૮.૦૯ પ્રતિ કિલો થઈ ગયો છે. એટલે કે, ઝ્રદ્ગય્ના ભાવમાં ?૧૨ થી વધુનો વધારો થયો છે.

