Gujarat

ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગાયિકા કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યા

ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે ચિત્ર કોર્ટમાં સ્પષ્ટ થયું છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ પોતાનું અપહરણ થયું ન હોવાનું જણાવ્યું છે. કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીએ પણ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. અરજદાર તરફથી વકીલ હિતેશ સંભાણીએ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ નિવેદન બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કથિત અપહરણના વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

આ સમગ્ર મામલો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલ રબારીના કથિત અપહરણના અહેવાલો બાદ ચર્ચામાં આવ્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઝ્રમ્ડ્ઢજી મોલ પાસેની ઘટનાને લઈને કિંજલનું અપહરણ થયું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી અને સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો.

જાેકે, આ ચર્ચા વચ્ચે કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે પોતાનું અપહરણ થયું હોવાની વાતને નકારી હતી. કિંજલે જણાવ્યું હતું કે, તેઓ પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે ગયા હતા. અહેવાલો મુજબ કિંજલે અશોક ચૌધરીને પોતે સંપર્ક કરીને બોલાવ્યા હતા અને તેમની સાથે જવાની વાત કરી હતી.

ગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના સંબંધોનો વિવાદ પણ આ સમગ્ર મામલાની પાછળ મહત્વપૂર્ણ કારણ બન્યો છે. બંનેએ અગાઉ આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે બંને અલગ થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. કિંજલ રબારીએ પોતાના અગાઉના વીડિયો નિવેદનમાં લગ્ન, પરિવાર સાથે પરત ફરવા અને ત્યારબાદ ફરી અશોક ચૌધરી સાથે જવા અંગે અનેક આક્ષેપો કર્યા હતા.

તેમજ ગાયિકા કિંજલ રબારીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ તેમને પરિવાર દ્વારા બળજબરીથી પરત લઈ જવામાં આવ્યા હતા. તેમણે પોતાને ઘરમાં રાખવા અને પોતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જાેકે, આ આક્ષેપો અંગે અલગ-અલગ પક્ષોના નિવેદનો સામે આવ્યા છે અને સમગ્ર ઘટનાક્રમને લઈને કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.

હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કિંજલ રબારી દ્વારા પોતાનું અપહરણ થયું ન હોવાનું જણાવવામાં આવતા કેસનું મુખ્ય કેન્દ્રબિંદુ જ બદલાઈ ગયું છે. કોર્ટ સમક્ષ તેમના નિવેદન ઉપરાંત અશોક ચૌધરીનું નિવેદન પણ મહત્વનું બન્યું છે. અરજદારના વકીલ હિતેશ સંભાણીએ કોર્ટ સમક્ષ રજૂઆતો કરી હતી.

આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને કિંજલ રબારીના કોર્ટ સમક્ષના નિવેદન વચ્ચે કાનૂની રીતે શું સ્થિતિ ઊભી થાય છે તેના પર નજર રહેશે. હાલ સૌથી મોટો સવાલ એ છે કે જે ઘટનાને શરૂઆતમાં કથિત અપહરણ તરીકે રજૂ કરવામાં આવી હતી, તેમાં ખુદ કિંજલ રબારી દ્વારા અપહરણનો ઇનકાર કરવામાં આવ્યા બાદ તપાસ અને કાયદાકીય કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે.