એચ.જે. દોશી કોલેજના કેમ્પસમાં મંગળવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દહીં-હાંડી અને રાસ-ગરબાનું ખાસ આયોજન કરાયું હતું.

આ ઉજવણીમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. તોસિફખાન પઠાણ, તમામ શિક્ષકો અને સમગ્ર કોલેજ સ્ટાફ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પરંપરાગત રાસ-ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓએ કુલ ૭ થી ૮ જેટલા વિવિધ રાસ ભજવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ જોયા હતા.

દહીં-હાંડીના કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ સાથે મળીને ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૮ થી ૯ જેટલી મટકીઓ ફોડવામાં આવી હતી.

આ જન્માષ્ટમી ઉજવણીથી કોલેજ કેમ્પસમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેની ભાવના જોવા મળી.

