Gujarat

ખાણી પીણીની 152 પેઢીમાં ફુડ શાખાનું ચેકીંગ, 353 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા તહેવારો પુર્વે જુદા જુદા વિસ્તારના ખાણીપીણીના 152 એકમમાં ચકાસણી હાથ ધરાઇ હતી.જે દરમિયાન 353 કિલો ખાધ પદાર્થોનો જથ્થો વાસી જણતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.સાથે જ 147 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરાયો હતો.

મનપાના ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા શહેરના ગોકુલનગર, જકાતનાકા, જનતા ફાટક, વિરલ બાગ, જોગસ પાર્ક, હોસ્પિટલ રોડ, જુના રેલ્વે સ્ટેશન, ખંભાળીયા ગેઇટ, ખોડીયાર કોલોની, પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ, લીમડા લાઈન, શરૂ સેક્શન રોડ, પી.એન.માર્ગ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક બેડી, ઢીંચડા રોડ તથા દિગ્જામ સર્કલ થી સમર્પણ સર્કલ સુધી તથા ગુલાબનગર, રાજપાર્ક, લાલવાડી, હાપા સહિત જુદા જુદા વિસ્તારમાં સ્થિત હોટેલ-રેસ્ટોરન્ટ, ફરસાણ તથા રેકડી (ફેરિયા) વગેરે 152 પેઢીની તપાસ કરવામાં આવી હતી.

જે દરમિયાન ચેકીંગ ટીમો દ્વારા 153 કિલો વાસી જથ્થો અનહાઇજેનિક જણાતા નાશ કરાયો હતો. તદુપરાંત 147 કિલો પ્રિન્ટેડ પસ્તી પણ નાશ કરાઇ હતી. ફુડ શાખા દ્વારા ગાત્રાળ ડેરી(પટેલ પાર્ક વિસ્તાર)માંથી થોડા સમય અગાઉ દહીનો નમૂનો લેવાયો હતો.

જે પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલાતા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો.જેમાં વિક્રેતાઓએ સેપરેટ(મલાઇરહીત)દુધમ ાંથી દહી બનાવ્યુ હોવાનુ જાહેર કર્યુ હતુ.જે સંભવત હોલમિલ્ક(ફુલફેટવાળા ભેસંના દુધ)માંથી બનાવ્યુ હોવાનુ સામે આવતા (ઉંચા ફેટ) સ્ટાન્ડર્ડથી વધુ આવતા પૃથ્થકરણમાં અપ્રમાણસર(સબ સ્ટાન્ડર્ડ) જાહેર થતા ફુડ શાખા દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરાયો હોવાનુ ફુડ શાખાના સુત્રોએ જણાવ્યુ હતુ.