સુરત જિલ્લાના માંડવી ઉત્તર રેંજના ખાત્રાદેવી ગામેથી ગેરકાયદેસર સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત વન વિભાગની ટીમે કાર્યવાહી કરીને આશરે ₹30,000ની કિંમતના 10 નંગ સાગી લાકડા કબજે કર્યા છે.
વન સંરક્ષક પુનિત નૈયર (સુરત વન વર્તુળ) અને નાયબ વન સંરક્ષક ધીરજ કુમાર (સુરત ક્ષેત્રીય) દ્વારા જંગલ સંરક્ષણ અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓ અને મદદનીશ વન સંરક્ષક ગૌરવ લોઢા તથા હિતેશ આર. જાદવના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ નિયમિત પેટ્રોલિંગ પર હતી.
પેટ્રોલિંગ દરમિયાન, માંડવી ઉત્તર રેંજના બુણધા રાઉન્ડના ખાત્રાદેવી ગામેથી પુનજીભાઈ વિરસીંગભાઈ વસાવા (રહે. ખાત્રાદેવી, તા. માંડવી, જિ. સુરત)ના ઘરેથી ગેરકાયદેસર રીતે સંતાડેલા સાગી લાકડા મળી આવ્યા હતા. તેમના કબજામાંથી 0.439 ઘન મીટરના 10 નંગ સાગી લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

