Gujarat

આવાસના ફ્લેટમાં ‘તીનપત્તી ક્લબ’નો પર્દાફાશ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર ગોત્રી પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન ફ્લેટની બહાર નજર રાખતા સંચાલક સહિત કુલ 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રોકડ રકમ અને 5 મોબાઈલ ફોન મળી કુલ ₹1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 9 શખ્સોને દબોચ્યા ગોત્રીના ગાયત્રીપુરા સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના C ટાવરના એક ફ્લેટમાં જુગાર ચાલતો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે સ્થળ પર રેડ પાડી હતી. આ દરમિયાન બહાર નજર રાખતા શૈલેષ ઉર્ફે શીવો રાવલ તેમજ ફ્લેટ અંદરથી રવીશંકર શર્મા, કુરન પંડ્યા, ગૌતમ સાવલિયા, પ્રફુલ માળી, સંજય ચાવડા, હરીશ કારકીલ, કેતન રાજપુત અને રાજુ સોલંકી નામના ખેલીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.