જુનાગઢ રેન્જ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ સાયબર ક્રાઇમના ફરાર આરોપીને રાજકોટના મેટોડા ખાતેથી પકડ્યો. તે બાંટવા પોલીસના કેસમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો. આરોપી જય ભુપતભાઇ ભુંડીયા (ઉં.વ. ૨૬) બાંટવાના જુના પોલીસ સ્ટેશન પાસે રહે છે. તેના પર બાંટવા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૧૭(૨), ૩૧૭(૪) અને આઇ.ટી. એક્ટનો ગુનો નોંધાયો.

રેન્જ ઓફિસ સ્ટાફને બાતમી મળી કે જય ભુંડીયા રાજકોટ મેટોડા જી.આઇ.ડી.સી.ની જી.એન. અલ્ટેક કંપનીમાં કામ કરે છે અને કોહીનુર પાર્કમાં રહે છે. ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે દરોડો પાડી ઝડપી લીધો. આરોપીને બાંટવા પોલીસ સ્ટેશનને સોંપાયો છે, જ્યાં આગળની કાર્યવાહી થશે. આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વાય.બી. રાણા અને તેમની ટીમે કરી.

