આજ રોજ શ્રી રાધા કૃષ્ણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉના નગરપાલિકાના પ્રમુખ હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ, કુલદીપસિંહ ડોડિયા સાહેબ, શાસક પક્ષના નેતા અશ્વિનભાઈ રાજુભાઈ ડાભી અને નગરપાલિકા સદસ્ય ગિરીશભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય અલ્કાબેન મકવાણા, શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બહેનો દ્વારા મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન, ધોરણ 1 થી 10માં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રવેશોત્સવ બાદ, ઉપસ્થિત મહાનુભાવોએ ખોડિયાર મંદિર પાસે આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી અને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

