Gujarat

વેરાવળ ST પરિવારે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ધજા ચડાવી

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વેરાવળ એસ.ટી. ડેપો પરિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ધજા ચડાવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. મંદિર પરિસરમાં વેરાવળ એસ.ટી. ડેપો મેનેજર દિલીપ શામળા અને અન્ય કર્મચારીઓએ ધ્વજાપૂજા કરી હતી. સમગ્ર વેરાવળ એસ.ટી. પરિવારે આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો.

શ્રાવણ માસમાં દૂર-દૂરથી શિવભક્તો સોમનાથ દર્શને આવતા હોય છે, જેમાં એસ.ટી. નિગમ શ્રદ્ધાળુઓને પરિવહનની સુવિધા પૂરી પાડે છે. આ નિમિત્તે ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓએ ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી. ધ્વજાપૂજા બાદ વેરાવળ એસ.ટી. પરિવારના કર્મચારીઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.