પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે પવિત્ર ત્રિવેણી સંગમ આવેલ છે ત્યારે અહીં અનેક પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે નદીમાં વધી રહેલા કચરાને ધ્યાનમાં રાખીને ડ્રેજિંગ મશીન મૂકી કચરો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સોમનાથ સાનિધ્યે પ્રતિદિન હજજારો યાત્રિકો આવતા હોય છે જે અહીં નજીકમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે પણ પધારતા હોય છે ત્યારે પ્રવાસીઓના ઘસારાને લીધે ત્રિવેણી સંગમમાં વધી ગયેલા કચરાને દૂર કરવા માટે રાજ્ય સરકાર સિંચાઈ વિભાગ દ્વારા નદીનો કાંપ અને કચરો દૂર કરવા અને જળસંચય કરવા બે ટ્રેઝિંગ મશીનો કાર્યરત કરાયા છે.
આ આધુનિક મશીનો વડે કચરો કાઢી અને નદીની સફાઈ કરવામાં આવી રહી છે જેથી તેની શુદ્ધતા જળવાઈ રહેલ આ ઉપરાંત અહીં આવતા યાત્રિકોને પણ નદીમાં અથવા તો તેની આસપાસ કચરો ન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

