Gujarat

ગુજરાત યુનિવર્સિટી ઈન્ફોર્મેશન સેન્ટરના અધ્યક્ષના ઘરમાંથી ચોરી

ગુજરાત યુનિવર્સિટી ઇન્ફોર્મેશન સેન્ટરમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા અને શાહીબાગના શ્રી સુદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ડો. રાકેશ પરમારના ઘરમાંથી ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ત્રણ દિવસ પહેલા દંપતી નોકરી પર હાજર હતું અને તેમના બાળકો કોલેજ ગયા હતા. દરમિયાનમાં બપોરે રાકેશ પરમારના પત્નીએ તેમને જણાવ્યું હતું કે ફોન કરીને જણાવ્યું હતું કે, ઘરના દરવાજો ખુલ્લો છે અને અંદર કોઈ હોવાની આશંકા છે. જેથી સીસીટીવી કેમેરા ચેક કરાવતા ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

83 હજારના સોનાના દાગીના ચોરાયા પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તપાસ કરતાં ઘરમાંથી અંદાજે 83 હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. ચોરીની જાણ થતાં અડોશ-પડોશમાં પણ તપાસ કરવામાં આવી હતી.

ફરિયાદ નોંધાઈ, તસ્કરોની શોધખોળ શરૂ સામેના ફ્લેટમાં આવેલા સુરભી એપાર્ટમેન્ટમાંથી પણ ચોરી થઈ હોવા અંગેની જાણ થઈ હતી. ત્યારબાદ રાકેશ પરમારે શાહીબાગ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ઘરમાં પ્રવેશેલા શખ્સોની ઓળખ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.