Gujarat

વીડિયો ક્રિએટર સાથે લગ્નની લાલચ આપી યુવક પાસે પૈસા પડાવ્યા

આજકાલ ઓનલાઈન માધ્યમો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આચરવામાં આવતી ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક વીડિયો ક્રિએટર સાથે લગ્નની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે, જેમાં આરોપીઓએ અવનવા બહાના રજૂ કરી ₹ 7.52 લાખ પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

વીડિયો ક્રિએટર સાથે લગ્નની લાલગે પૈસા પડાવ્યા વીડિયો ક્રિએટર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ લગ્ન કરવાની લાલચ આપીને વિવિધ વોટ્સએપ દ્વારા વાતચીત કરી હતી અને અલગ-અલગ બહાના હેઠળ કુલ ₹ 7,52,949ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી.

ઠગ ટોળકીએ પીડિતનો વિશ્વાસ જીતવા માટે ખૂબ જ ચાલાકીપૂર્વક પેંતરો રચ્યો હતો. આરોપીઓએ વેસ્ટર્ન યુનિયનની ભારતીય નાણાની પીડિતના નામની રસીદ તેમજ એ. બી. સી. કાર્ગો એન્ડ કુરિયરની પીડિતના નામની રેસિપ્ટ બનાવીને મોકલી આપી હતી. આ ખોટા દસ્તાવેજોના આધારે પીડિતને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે ઉપરોક્ત રકમ ટૂંક સમયમાં પરત મળી જશે, અને ત્યારબાદ આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીઓ દ્વારા લીધેલી રકમ પરત કરવામાં આવી ન હતી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં સામાવાળાઓએ એકબીજાની મદદગારી કરીને ગેરકાયદેસર રીતે નાણાં પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને વોટ્સએપ નંબરો, બેંક ખાતાઓ અને કુરિયર-ટ્રાન્સફરની વિગતોના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.