સ્વ. આયુષી રમેશભાઈ બલદાણીયા (ઉં.વ.10)
રાજકોટ જિલ્લાના જસદણ ખાતે આવેલી આલ્ફા એકેડેમી હોસ્ટેલમાં સંચાલકની ઘોર બેદરકારીના કારણે અકાળે અવસાન પામેલ આહીર સમાજની આશાસ્પદ દીકરી સ્વ. આયુષી રમેશભાઈ બલદાણીયાના પવિત્ર આત્માની શાંતિ અર્થે આહીર સમાજ રાજકોટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિવાર ઉપર અચાનક આવી પડેલ આ દુઃખની ઘડીમાં બહોળી સંખ્યામાં આહીર સમાજ ઉપસ્થિત રહી પરિવારને હુંફ પૂરી પાડેલ હતી સ્વ.આયુષીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ તેમના પરિવારને સાંત્વના પાઠવી,ન્યાયની લડતમાં સહભાગી બનેલ હતા તેમજ આ તકે રાજકોટ આહીર સમાજના સામાજીક,રાજકીય આગેવાનો વરસાદી વાતાવરણ હોવા છતાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

અને આ બાબતે જણાવેલ કે આહીર સમાજની આશાસ્પદ દીકરી સ્વ આયુષી ના ન્યાય માટે ભવિષ્યમાં આહીર સમાજ રાજકોટ ની જ્યાં પણ જરૂર પડે ત્યાં સતત ખડેપગે રહેશે.

સ્વ. દીકરી આયુષી રમેશભાઈ બલદાણીયાના અસમયે થયેલા અવસાનથી સમગ્ર આહીર સમાજ શોકમગ્ન બન્યો છે. એક નિર્દોષ દીકરીને ગુમાવવાનું દુઃખ માત્ર તેમના પરિવાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજની વેદના બની ગયું છે.

રાજકોટ આહીર સમાજ, આહીર સેના ગુજરાત, આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિ, આહીર સમાજ કર્મચારી મંડળ, સુરત આહીર સમાજ અગ્રણી તેમજ અનેક સમાજના આગેવાનો દ્વારા અપાયેલી શ્રદ્ધાંજલિ એ સાબિત કરે છે કે આયુષી માત્ર એક પરિવારની દીકરી નહોતી, પરંતુ સમગ્ર સમાજની લાગણી હતી.

ધોધમાર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોનું ઉપસ્થિત રહેવું એ દર્શાવે છે કે સાચા પ્રેમ અને લાગણીને કોઈ પરિસ્થિતિ રોકી શકતી નથી. એવું લાગતું હતું જાણે પ્રકૃતિ પણ આ દુઃખમાં સહભાગી બની આંસુ વરસાવી રહી હોય.

આપણે સૌ પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ ભગવાન શ્રી દ્વારકાધીશ સ્વ. આયુષીની પવિત્ર આત્માને પોતાના શ્રીચરણોમાં શાશ્વત સ્થાન આપે, તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તથા સત્યને ન્યાય સુધી પહોંચાડવાનો માર્ગ સરળ બનાવે.
“શરીર ભલે વિદાય લે છે, પરંતુ સારા સંસ્કારો, પ્રેમ અને યાદો ક્યારેય વિસરાતા નથી.”
સ્વ. આયુષીબેનને અશ્રુભીની અને ભાવભીની શ્રદ્ધાંજલિ
વરસાદ ચાલુ હોવા છતાં સમાજના સૌ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વ.આયુષી ના પરિવારને સાંત્વના અર્પણ કરી…

