Gujarat

અંબાજી પાસે ઘાટીમાં ટ્રક-જીપ અકસ્માત

અંબાજી નજીક ઘાટી વિસ્તારમાં એક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના આબુરોડ માર્ગ પર સરહદ છાપરી નજીક બની હતી. આ અકસ્માતમાં 7-8 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

સદનસીબે, કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે બે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક જાહેર માર્ગ પર ઊંધો પડી ગયો હતો, જેના કારણે ટ્રાફિકને અસર થઈ હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.